વેસ્ટઈન્ડિઝ સામે ભારતે 2-0થી સીરિઝ જીતી વ્હાઈટવોશ કર્યું, કુલદીપ અને યશસ્વી જીતના હીરો
October 14, 2025
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરતાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ભારતે સાત વિકેટથી જીતી લીધી છે. ભારતીય ટીમે રમતના પાંચમા અને અંતિમ દિવસ (14મી ઓક્ટોબર)ના પહેલા સત્રમાં જ જીત માટેનો 121 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો.
ભારતની જીતમાં યુવા ખેલાડીઓ કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કુલદીપ યાદવે મેચમાં કુલ 8 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ ક્રમને ધ્વસ્ત કર્યો હતો. જ્યારે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પહેલી ઇનિંગમાં 175 રનની શાનદાર સદી ફટકારીને ભારતને વિશાળ લીડ અપાવવામાં મદદ કરી હતી.
દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઈનિંગમાં 248 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે યશસ્વીની સદીની મદદથી 5 વિકેટે 518 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી અને 270 રનની મજબૂત લીડ મેળવી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓન આપ્યું હતું, જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં 390 રન બનાવી શકી હતી, જેના કારણે ભારતને જીતવા માટે 121 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો.
આ જીત સાથે, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં જીતનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ સતત 10મો ટેસ્ટ સીરિઝ વિજય છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2002માં ભારતને ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું. ત્યારથી, વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. નોંધનીય છે કે ભારતે સીરિઝની પહેલી ટેસ્ટ અમદાવાદમાં 140 રનના મોટા અંતરથી જીતી હતી.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026