ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારા સાથે કારોબાર
September 02, 2025
મુંબઈ : ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે પણ તેજી જોવા મળી છે. જેમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 155.60 પોઈન્ટના વધારા સાથે 80,520.09 પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 27.95ના વધારા સાથે 24,653.00 પર ખુલ્યો છે. હાલ બજારમાં હકારાત્મક સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યો છે. આજે સેન્સેકસની 30માંથી 23 કંપનીઓ વધારા સાથે ખુલી અને 5 કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે બે કંપની શેર કોઈ વઘ ઘટ વિના ખુલ્યા હતા. જયારે નિફ્ટીના 50 કંપનીઓમાંથી 38 કંપની શેરોમાં વધારો અને 12 કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત એશિયન બજારમાં તેજી જોવા મળી છે. જેમાં જાપાનનો નિક્કી 225 0.31 ટકા વધ્યો, જ્યારે વ્યાપક ટોપિક્સ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો. દક્ષિણ કોરિયામાં, કોસ્પી 0.45 ટકા વધ્યો, અને ઇન્ડેક્સ કોસ્ડેક 0.14 ટકાના નજીવા વધારા સાથે બંધ થયો હતો. યુએસ શેરબજારમાં સોમવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.04 ટકા વધીને 45,562.78 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 0.64 ટકા ઘટીને 6,460.26 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 1.15 ટકાના ઘટાડા સાથે 21,455.55 પર બંધ થયો હતો.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026