ઈંગ્લેન્ડ સામે બીજી વન-ડેમા ભારતની 4 વિકેટે જીત, રોહિતે ફટકારી સદી

February 10, 2025

કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સિરીઝમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા હતો, જેને 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઈનિંગ રમી. તેના સિવાય શુભમન ગિલે પણ અડધી સદીની ઈનિંગ રમીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો.

કટકના બારાબતી મેદાન પર રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 304 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારી હતી, જ્યારે અંતિમ ઓવરોમાં, લિયામ લિવિંગસ્ટને પણ 41 રનની ઝડપી ઈનિંગ રમી હતી અને પોતાની ટીમના સ્કોરને 300 રનથી વધુ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.