ઝિમ્બાબ્વે સામે ભારતનો સતત ચોથી મેચમાં વિજય, સંજુ સેમસન અને મુકેશ કુમારનું દમદાર પ્રદર્શન

July 14, 2024

દિલ્હીઃ ભારતનો ઝિમ્બાબ્વે સામે સતત ચોથી મેચમાં 42 રને વિજય થયો છે. આ સાથે બંને દેશો વચ્ચે રમાયેલી પાંચ ટી20 સિરિઝમાં ભારતે 4-1થી સિરિઝ પણ જીતી લીધી છે. આજની મેચમાં ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 167 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 125 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આજની મેચમાં બેટિંગ સંજુ સેમસને દમદાર પ્રદર્શન કર્યું હતું, તો બોલિંગમાં મુકેશ કુમાર અને શિવમ દુબે છવાયા હતા. આ પહેલા ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
આજની મેચમાં સંજુ સેમસને દમદાર પ્રદર્શન કરતા ભાજપને મજબૂત સફળતા મળી છે. સેમસને 45 બોલમાં એક ફોર અને ચાર સિક્સ સાથે 58 રન નોંધાવ્યા છે.

સેમસને શુભમન ગીલ સાથે 65 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 12 રન, કેપ્ટન શુભમન ગિલ 13 રન, અભિષેર શર્માએ 14 રન, રિયાન પરાગે 22 રન, શિવમ દુબેએ 26 રન, રિંકુ સિંઘે અણનમ 11 રન અને વોશિંગ્ટન સુંદરે અણનમ એક રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી મુકેશ કુમારે 4, શિવમ દુબેએ બે, તુષાર દેશપાંડે, વોશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરે 0, તદીવાનશે મારુમણી 27 રન, બ્રાયન બેનેટ 10 રન, ડીયોન માયર્સે  34 રન, કેપ્ટન સિકંદર રઝાએ 8 રન, જોનાથન કેમ્પબેલે 4 રન, ક્લાઇવ મદંડેએ 1 રન, ફરાઝ અકરમે 27 રન, બ્રાન્ડોન માવુતાએ 4 રન, બ્લેસિંગ મુઝરાબાનીએ 1  રન અને રિચાર્ડ નગારવાએ 0 રન નોંધાવ્યા હતા. જ્યારે બોલિંગમાં બ્લેસિંગ મુઝરાબાની બે, સિંદર રઝા, રિચાર્ચ નગારવા અને બ્રાન્ડોન માવુતા એક-એક વિકેટ ઝડપી હતી.