'ઇરાને ઓસ્ટ્રેલિયામાં યહૂદી હુમલાઓ કરાવ્યા', અલ્બાનીજ બોલ્યાઃ તેહરાનના રાજદૂતને પાછાં મોકલીશું

August 26, 2025

યહૂદીઓ પર હુમલાને લઇને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીજેનું એક નિવેદન સામે આવ્યુ છે. તેમણે ઇરાન પર આરોપ લગાવ્યો છે. પીએમ કહી રહ્યા છે કે ઓસ્ટ્રિલિયામાં ઇરાને યહૂદીઓ પર હુમલા કરાવ્યા છે. અને તેના કારણે જ તેઓ ઇરાની રાજદૂતને દેશ બહાર કાઢી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ઓસ્ટ્રિલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીજે ઇરાન પર ઓસ્ટ્રલિયામાં ઓછામાં ઓછા બે યહૂદી હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ઇરાન પર યહૂદી વિરોધી હુમલાઓનું નિર્દેશન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે દેશ મંગળવારે ઈરાની રાજદૂતને બહાર કાઢી રહ્યો છે.અલ્બાનીજે કહ્યુ કે ગુપ્તચર સલાહકારોએ સિડની રેસ્ટોરન્ટ અને મેલબોર્નમાં એક મસ્જિદ પરના હુમલાઓના તાર ઈરાન સાથે જોડાયેલા છે.

2023માં ઇઝરાયલ હમાસ યુદ્ધ શરૂ થયા બાદ આ બંને શહેરોમાં યહૂદી વિરોધી ઘટનાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. અલ્બાનીજના મુખ્ય જાસૂસી એજન્સીના જણાવ્યા અનુસાર ASIO એ એક ખૂબ જ ચિંતાજનક નિષ્કર્સ પર પહોંચવા માટે પૂરતી વિશ્વસનીય ગુપ્ત માહિતી એકત્રિત કરી છે. ઇરાની સરકારે આમાંથી ઓછામાં ઓછા બે હુમલાઓનું નિર્દેશન કર્યુ હતુ. ઈરાને તેની સંડોવણી છુપાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ASIO નું મૂલ્યાંકન છે કે હુમલા પાછળ ઈરાનનો હાથ હતો.