ઈઝરાયેલે ગાઝામાં હુમલા વધાર્યા, 24 કલાકમાં 700થી વધુના મોતનો દાવો

December 04, 2023

ગાઝામાં છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં સેંકડો પેલેસ્ટિનિયનીના મોત થયા છે. સેનાએ ગાઝાના અન્ય સૌથી મોટા શહેર ખાન યૂનિસની આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાનો આદેશ પણ આપ્યો છે. અલ-જજીરાએ ગાઝામાં સરકારી મીડિયા ઓફિસના મહાનરિદેશકને કહ્યું કે શુક્રવારે સાત દિવસના યુદ્ધ વિરામના ખતમ થયા બાદ ઈઝરાયેલની તરફથી બોમ્બવર્ષા શરૂ કરી દેવામાં આવી. જેમાં 700થી વધુ પેલેસ્ટિનિયનીઓના મોત થયા છે.

ગાઝામાં ઈઝરાયેલની તરફથી સૈન્ય હુમલા શરૂ કર્યા બાદથી 15 લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. તેમાં સૌથી વધારે લોકો ઉત્તરી ગાઝાના છે. યૂનિસેફના વૈશ્વિક પ્રવક્તા જેમ્સ એલ્ડરે કહ્યું તમે જ્યાં પણ જશો ત્યાં ગોળીઓના નિશાન, મસ્તિષ્કના ઘા અને તૂટેલા હાડકાં વાળા બાળકો જોવા મળશે. આ બાળકોની માતા પોતાના બાળકો માટે રડી રહી છે. ગાઝામાં એવા લોકો જોવા મળે છે જે મોતથી થોડા પગલાં દૂર છે. આ સમયે અહીંના દ્રશ્યો સ્મશાન જેવા લાગી રહ્યા છે.