ISROનું નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ

May 29, 2023

બેંગ્લોર  : 

ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કર્યું. તેને જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ એટલે કે GSLV-F12 દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. આ સેટેલાઇટ 2016માં લોન્ચ કરાયેલા IRNSS-1G સેટેલાઇટનું સ્થાન લેશે. IRNSS-1G ઉપગ્રહ એ ISROની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ NavIC ની સાતમી સેટેલાઇટ છે.

1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની સૈનિકોની સ્થિતિ જાણવા માટે ભારત સરકારે અમેરિકા પાસે મદદ માગી હતી. ત્યારે અમેરિકાએ જીપીએસ સપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી, ભારત પોતાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બનાવવામાં વ્યસ્ત હતું.

NavIC 2006માં મંજૂર કરવામાં આવી હતી. તે 2011ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ 2018માં કાર્યરત થઈ ગઈ. હવે આ નેટવર્કમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે.