મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ
May 10, 2025

Siddhivinayak Temple Mumbai: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણયની ઔપચારિક જાહેરાત રવિવારે (11મી મે) કરવામાં આવશે. તેનો અમલ રવિવારથી જ થશે. મુંબઈ પોલીસની સલાહને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે.
મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નારિયેળ કે પ્રસાદમાં વિસ્ફોટકો હોઈ શકે છે. મંદિરના ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નારિયેળ અને અન્ય પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી.' શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના વડા સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, 'મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે અને તે આતંકીઓની હિટ લિસ્ટ પર છે. સરકાર અને પોલીસ દ્વારા અમને ઘણી સલાહ આપવામાં આવી છે.
સુરક્ષા પગલાં અંગે, સુરક્ષા તપાસ દરમિયાન ભગવાન ગણેશને અર્પણ કરાયેલા નારિયેળની ઓળખ થઈ શકતી નથી અને આ ખતરનાક બની શકે છે. પ્રસાદમાં ઝેર હોઈ શકે છે. આને ટાળવા માટે, અમે થોડા સમય માટે ભગવાનને માળા અને નારિયેળ ચઢાવવાની મંજૂરી આપીશું નહીં.'
Related Articles
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભ...
May 10, 2025
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર...
May 10, 2025
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો: સત્તાવાર નિવેદન
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલા...
May 10, 2025
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્...
May 10, 2025
ભારતીય સેનાએ પાક. આર્મીની ચેક પોસ્ટ ઉડાવી, આતંકવાદી લોન્ચ પેડ પણ નષ્ટ કર્યા
ભારતીય સેનાએ પાક. આર્મીની ચેક પોસ્ટ ઉડાવ...
May 10, 2025
પાકિસ્તાનના હુમલાઓ નિષ્ફળ છતાં શ્રીનગરના સરહદી વિસ્તારમાં સૈનિકોનો જમાવડો
પાકિસ્તાનના હુમલાઓ નિષ્ફળ છતાં શ્રીનગરના...
May 10, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025