ઉત્તરાખંડ સરકારનો મહત્વનો નિર્ણય : હેલિકોપ્ટર સેવા રદ્દ કરાઈ

May 10, 2025

30 એપ્રિલથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. વર્ષમાં ફક્ત 6 મહિના ખુલ્લા રહેતા આ ચારધામના દર્શન માટે લોકોની ભીડ ઉમટી છે. જો કે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા ઉત્તરાખંડ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ચારધામમાં હેલિકોપ્ટર સેવાને હાલ પુરતી રદ્દ કરી દેવામાં આવી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથમાં તમામ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે.