'ઓપરેશન સિંદૂર' અંગે આજે સતત ચોથા દિવસે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન

May 10, 2025

'ઓપરેશન સિંદૂર' અંગે આજે સતત ચોથા દિવસે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારતીય સેના પાકિસ્તાની હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન રાત્રિના અંધારામાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેને સેનાએ નિષ્ફળ બનાવ્યું હતું.

શુક્રવારે બંને દેશો વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર થયો હતો, જેનો ભારતીય સેના જોરદાર જવાબ આપી રહી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં જોરદાર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાએ ભારતના કેટલાક ભાગો પર મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને જ પહેલા ગોળીબાર કર્યો. પાકિસ્તાને 26 જગ્યાએ ડ્રોન એટેક કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. અમે પાકિસ્તાનના એરબેઝ અને તેના હથિયારોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને s-400 ને નષ્ટ કરવાની ખોટી અફવા ફેલાવી છે. પાકિસ્તાને નાગરિક વિમાનોને હથિયાર બનાવ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો સંતુલન સાથે જવાબ આપ્યો છે. પાકિસ્તાનનું વલણ ખૂબ ગેરજવાબદારી ભર્યું છે.