પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો: સત્તાવાર નિવેદન

May 10, 2025

આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતાં. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૂ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઈટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાનો બનાવવામાં આવ્યો છે.

આ સિવાય LoC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાનો બનાવવામાં આવ્યો. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે.  પાકિસ્તાન દ્વારા સૈન્ય ઠેકાણાને જાણીજોઈને નિશાનો બનાવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક જવાબી હુમલામાં ટેક્નિકલ ઇન્સ્ટોલેશન, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર અને હથિયાર ભંડારને નિશાનો બનાવ્યો હતો. આ સિવાય રફિકી, મુરિદ, ચકલાલા, રહેમિયા ખાન, સુકૂન સ્થિત પાકિસ્તાન સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ, સટીક હથિયારો અને લડાકૂ જેટથી પ્રહાર કરવામાં આવ્યા.