પાકિસ્તાનના હુમલાઓ નિષ્ફળ છતાં શ્રીનગરના સરહદી વિસ્તારમાં સૈનિકોનો જમાવડો

May 10, 2025

ભારતમાં પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા કરવામાં આવ્યા જેને સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાને ભારતના જુદા-જુદા સરહદી વિસ્તારો પર ડ્રોન હુમલા અને ઉત્તર ભાગમાં જમ્મુ અને કાશ્મીરમાં અંધાધૂધ ગોળી બાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર હુમલામાં એક અધિકારીનું મોત થયું હતું જ્યારે ફિરોઝપુરના ખાઈ સેમા ગામમાં ડ્રોન એક ઘર પર પડતા એક પરિવાર સળગી ગયો.

આ હુમલામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. ભારત નાગરિકોને નિશાન બનાવ્યા વગર આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કર્યા હતા જયારે પાકિસ્તાન પોતાના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ભારત ગંભીર યુદ્ધ સ્થિતિ નથી ઇચ્છતું જયારે પાકિસ્તાન ભારતના સરહદી વિસ્તારો પર પોતાની સૈનિકોની ફોજ ઉતારી રહી છે.

શ્રીનગરની સરહદ પર પાકિસ્તાનના સૈનિકોની વધતી સંખ્યા તેના નાપાક ઇરાદ જાહેર કરે છે. પાકિસ્તાનની આ કરતૂત બતાવે છે કે તે હજુ પણ આ સ્થિતિથી આગળ વધવા ઇચ્છે છે. આર્થિક રીતે કંગાળ અને ખાવાના ફાંફા છતાં પાકિસ્તાન વિદેશી ભંડોળના દમ પર ભારતને દબાવવા પ્રયાસ કરી રહ્યું છે. વિદેશી ભંડોળની સહાય મળવાની આશા બાદ પાકિસ્તાને સતત ત્રીજા દિવસે ભારતમાં મિસાઈલ હુમલામાં વધારો કર્યો છે.

આ પહેલા પાકિસ્તાને 7-8 મેની રાત્રે ભારતમાં 15 સ્થળોએ અને 8-9 મેની રાત્રે 11 સ્થળોએ હુમલો કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 26 સ્થળોએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા.