દેવરામાં જાહ્નવી કપૂર ઈન્ટરવલ પછી જ દેખાશે

September 25, 2024

મુંબઈ : જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા'થી જાહ્નવી કપૂર તેલુગુમાં ડેબ્યૂ કરી રહી છે. પરંતુ, આ ફિલ્મમાં તે ઈન્ટરવલ પછી સેકન્ડ હાફમાં જ દેખાવાની છે.  ફિલ્મની ટીમે જ કન્ફર્મ કર્યું છે કે વાર્તા અનુસાર જાહ્નવીની એન્ટ્રી ઈન્ટરવલ પછી જ છે.  જોકે, તે પછી જાહ્નવીની ભૂમિકા કેન્દ્રવર્તી રહેશે તેવો દાવો તેમણે કર્યો હતો. આ ઉપરાંત ટીમે એવો પણ દાવો કર્યો હતો કે આ ફિલ્મના બીજા ભાગમાં જાહ્નવીનો રોલ વધારે લાંબો હશે.  આ ફિલ્મમાંથી જાહ્નવીના સોંગ અગાઉ જ વાયરલ થઈ ચૂક્યાં છે.  હિંદી ફિલ્મોમાં હજુ મોટાપાયે સફળ નહિ થયેલી જાહ્નવી હવે સાઉથના જુનિયર એનટીઆર જેવા ટોચના સ્ટારના સહારે કારકિર્દી આગળ ધપાવવા પ્રયાસ કરી રહી છે.