કેજરીવાલના ઘર બહાર દોઢ કલાક ઊભી રહી ACBની ટીમ, એન્ટ્રી ન મળતાં નોટિસ ફટકારી

February 07, 2025

દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયા બાદ આવતીકાલે એટલે કે આઠમી ફેબ્રુઆરીએ પરિણામ (Delhi Assembly Election Result-2025) જાહેર થવાનું છે, જોકે તેના એક દિવસ પહેલાં ACBની ટીમે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના ઘરે દરોડો પાડ્યો છે, જેના કારણે રાજધાનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ‘હોર્સ ટ્રેડિંગ’નો આક્ષેપ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે, ‘AAPના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી અને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.’ આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પાંચ સવાલો સાથે એક નોટિસ ફટકારી છે.