ખાલિસ્તાની આતંકવાદ અમારા માટે ચિંતાનો વિષય : ભારતે જવાબ આપ્યો

June 21, 2024

દિલ્હી : કેનેડાની સંસદે બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે આ મામલે ભારતે પણ કેનેડાને આ જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિજ્જરની યાદમાં મૌન રાખવાની નિંદા કરતા જણાવ્યું હતું કે 'અમે એવા તમામ પગલાનો વિરોધ કરે છે જે રાજકારણમાં કટ્ટરપંથી માટે જગ્યા બનાવે છે અને હિંસાની તરફેણ કરે છે.' ખાલિસ્તાની આતંકવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે સતત ભારપૂર્વક કહ્યું છે કે, 'ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે કેનેડાની સરકાર સાથે કાર્યવાહી કરવા વારંવાર વાત કરી રહ્યા છીએ. કેનેડામાં ઉગ્રવાદીઓને રાજકીય સ્વતંત્રતા આપવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.' કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની પ્રથમ વરસીએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે કેનેડાની સંસદે આ શરમજનક કૃત્ય કર્યું હતું. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.