ટ્રુડોને માથે લટકતી તલવાર, પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો
October 18, 2024
ટોરોન્ટો ઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાનો રાજકીય આધાર મજબૂત કરવાના પ્રયાસમાં ભારત સાથેનો સંબંધ બગાડ્યો, જેને કારણે તેમના જ પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો છે. એક લિબરલ સાંસદ સીન કેસીએ તો ખુલ્લેઆમ ટ્રુડોના રાજીનામાની માંગ કરીને કહ્યું કે, હવે તેમના જવાનો સમય આવી ગયો છે. સીન કેસી એકમાત્ર સાંસદ નથી, એમના જેવા ઘણા અસંતુષ્ટ નેતાઓ છે, જે નવા નેતૃત્વની શોધમાં છે. ટ્રુડોના રાજીનામાની માંગણી કરતી વખતે પણ આ વર્ગ કહી રહ્યો છે કે, જો પી.એમ. રાજીખુશીથી ખુરશી છોડવા તૈયાર ન થાય તો તેમને બળજબરીથી પણ પાર્ટીના નેતા પદ પરથી હટાવી દેવા જોઈએ. પાર્ટીના સભ્યોના ગુસ્સાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલો એક સર્વે છે, જે દર્શાવે છે કે હાલમાં ટ્રુડોના નેતૃત્વવાળી સત્તાધારી લિબરલ પાર્ટી’ મુખ્ય વિપક્ષી પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીથી ઘણી પાછળ છે. સત્તાધારી પાર્ટી હાલ વિપક્ષથી 20 ટકા પાછળ ચાલી રહી છે, એનો અર્થ એ કે જો વર્તમાનમાં ચૂંટણી યોજાય તો લિબરલ પાર્ટીની હાર નિશ્ચિત છે. સર્વે મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલિવરે વર્ષ 2025માં યોજાનાર ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ જણાઈ રહ્યા છે.
ટ્રુડોની નીચે જઈ રહેલી લોકપ્રિયતા તરફ ઈશારો કરે એવો આ એકલદોકલ સર્વે નથી. આ ઉપરાંત થયેલા અન્ય સર્વેમાં પણ ટ્રુડો પ્રત્યે અસંતોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બર 2023માં થયેલા એક સર્વેમાં કેનેડાના 39 ટકા નાગરિકો વડાપ્રધાનની કામગીરીથી અસંતુષ્ટ હતા. આ આંકડો હવે વધીને 65 ટકા થઈ ગયો છે. ટ્રુડો ખુરશીની મમત નહીં છોડે તો લિબરલ પાર્ટીનું જહાજ ડૂબશે, એ ડરે પણ એમની પાર્ટીના સાંસદો હવે ટ્રુડો સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવા લાગ્યા છે.
ટ્રુડોની નીચે જઈ રહેલી લોકપ્રિયતા તરફ ઈશારો કરે એવો આ એકલદોકલ સર્વે નથી. આ ઉપરાંત થયેલા અન્ય સર્વેમાં પણ ટ્રુડો પ્રત્યે અસંતોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બર 2023માં થયેલા એક સર્વેમાં કેનેડાના 39 ટકા નાગરિકો વડાપ્રધાનની કામગીરીથી અસંતુષ્ટ હતા. આ આંકડો હવે વધીને 65 ટકા થઈ ગયો છે. ટ્રુડો ખુરશીની મમત નહીં છોડે તો લિબરલ પાર્ટીનું જહાજ ડૂબશે, એ ડરે પણ એમની પાર્ટીના સાંસદો હવે ટ્રુડો સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવા લાગ્યા છે.
Related Articles
કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચેકિંગ કરો, ટ્રુડો સરકારના નિર્ણયથી બંને દેશ વચ્ચે તિરાડ વધશે
કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચે...
બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુડો સામે સ્મિત કર્યું પણ હાથ ન મિલાવ્યો: G20નું સમાપન
બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુ...
Nov 20, 2024
કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સંવેદનશીલ, હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ
કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સં...
Nov 12, 2024
કેનેડાની સ્ટુડન્ટ વિઝા સ્ટ્રીમ બંધ થતાં ગુજરાતની 50%થી વધુ અરજીઓ ઘટી જશે : નિષ્ણાતોનો મત
કેનેડાની સ્ટુડન્ટ વિઝા સ્ટ્રીમ બંધ થતાં...
Nov 11, 2024
જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં
જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તા...
Nov 10, 2024
Trending NEWS
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસર...
20 November, 2024
યુપી પેટા ચૂંટણીઃ પોલીસ પર મતદારોને રોકવાનો આરોપ,...
20 November, 2024
બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહે...
20 November, 2024
મહારાષ્ટ્રમાં ધીમા મતદાન વચ્ચે બિટકોઇન મામલે ઘમસાણ...
20 November, 2024
કાર્તિક આર્યન, રાજકુમાર રાવ સહિત બોલિવૂડ સિતારાઓએ...
20 November, 2024
કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચેકિંગ કરો,...
20 November, 2024
બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુડો સામે સ્...
20 November, 2024
અમેરિકામાં લાગશે ઈમરજન્સી, લાખો લોકોને દેશની બહાર...
19 November, 2024
મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ,...
19 November, 2024
મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ...
19 November, 2024
Nov 20, 2024