લા નીનાને કારણે ભારતમાં આ વખતે હાડ કંપાવતી ઠંડી પડશે
September 15, 2025
વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધી લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. તેના કારણે હવામાનની પેટર્નને અસર થશે અને ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કલાયમેટ પ્રેડિકશન સેન્ટરે 11 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની વચ્ચે લા નીનાનું નિર્માણ થવાની શક્યતા 71 ટકા છે.
આ સંભાવના ડિસેમ્બર, 2025થી ફેબુ્રઆરી 2026ની વચ્ચે ઘટીને 54 ટકા થવાની સંભાવના છે. લા નીના પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખાવાળા ભાગમાં સમુદ્ર સપાટીના તાપમાનથી ઠંડુ થવાની સ્થિતિ છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં તેના કારણે શિયાળાની ઋતુ વધુ ઠંડી બની જાય છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ પોતાના તાજેતરના ઇનએસઓ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં તટસ્થ સ્થિતિ છે.
હાલમાં અલ નીનો કે લા નીના નથી. પરંતુ વિભાગનું માનવું છે કે ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે. હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર અમારા મોડેલ ઓક્ટોબર-ડિસેમ્બરમાં લા નીના વિકસિત થવાની 50 ટકાથી વધુ સંભાવના બતાવી રહ્યાં છે. લા નીના દરમિયાન ભારતમાં શિયાળો સામાન્ય કરતા વધારે ઠંડુ હોય છે. જો કે જળવાયુ પરિવર્તનને કારણે લા નીના અસર ઓછી થઇ શકે છે પણ ઠંડી લહેરો વધી શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના અધ્યક્ષ જી પી શર્માએ જણાવ્યું છે કે લા નીનાની સ્થિતિનો ઇનકાર કરી ન શકાય. તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અગાઉથી સામાન્યથી વધારે ઠંડુ છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026