દેવપોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ : અઢી મહિના લગ્નના શુભ મુહૂર્ત નહી

May 07, 2024

જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર અને ગુરુને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. કોઈ પણ શુભ કે ધાર્મિક કાર્ય કરતા પહેલા બંનેના ઉદય હોય તે ચોક્કસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તારો શુક્ર 25 એપ્રિલ 2024 ના રોજ અસ્ત થયો છે. ગુરુ પણ 7મી મેના રોજ અસ્ત થશે. જ્યારે આ બે ગ્રહો અસ્ત થશે ત્યારે શુભ કાર્યો બંધ થઈ જશે. હવે અઢી મહિના સુધી શરણાઇના સૂર સંભળાશે નહીં. શુક્ર અને ગુરુના અસ્ત થવાને કારણે અઢી મહિના સુધી શુભ કાર્યો શક્ય નહીં બને. આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે.

5મી જુલાઈએ શુક્રના ઉદય થયા બાદ ફરી શુભ કાર્યો થઈ શકે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ગુરુ અને શુક્રના અસ્ત થયા પછી લગ્ન વગેરે જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. જો કે, આ દરમિયાન, અક્ષય તૃતીયા 10 મેના રોજ છે. અક્ષય તૃતીયાએ વણજોયુ મુહૂર્ત છે પણ આ વખતે શુક્ર અને ગુરુ અસ્ત હોવાથી માંગલીક કાર્ય નહી થાય આ પછી 9 થી 15 જુલાઈ વચ્ચે લગ્ન માટે છ શુભ મુહૂર્ત છે. 17મી જુલાઈના રોજ દેવપોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થશે.

આનો અર્થ એ થયો કે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો ચાર મહિના માટે ફરીથી અટકી જશે. 12મી નવેમ્બરે દેવઉઠી એકાદશીથી લગ્નના શુભ મુહૂર્ત ફરી શરૂ થશે અને 14મી ડિસેમ્બર સુધી ચાલશે. નવેમ્બરમાં લગ્ન માટે સાત અને ડિસેમ્બરમાં આઠ શુભ મુહૂર્ત હશે.

જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે, ત્યારે તેની ચમક ઓછી થઈ જાય છે. આ કારણોસર તેનો પ્રભાવ ઓછો થવા લાગે છે. શુક્ર આનંદ અને વિલાસનો કુદરતી કારક હોવાને કારણે, તે વૈવાહિક સુખનો પ્રતિનિધિ છે. ગુરૂને પણ દામ્પત્ય જીવનમાં મહત્ત્વનો માનવામાં આવે છેય આ બંને ગ્રહોનું અસ્ત લગ્ન માટે અશુભ માનવામાં આવે છે. તેથી, ગુરુ અને શુક્ર અસ્ત થવાથી લગ્ન વગેરે જેવા શુભ કાર્યો થતા નથી.

અઢી મહિના પછી લગ્નના મુહૂર્ત

  • જુલાઈ મહિનો: 9, 11, 12, 13, 14, 15 શુભ મુહૂર્ત
  • નવેમ્બર મહિનો: 12, 17, 18, 23, 25, 27 અને 28 શુભ મુહૂર્ત
  • ડિસેમ્બર મહિનો: 2, 3, 4, 6, 7, 10, 11, 14 શુભ મુહૂર્ત