સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
March 29, 2026
સુરત : છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા સુરત શહેરમાં આગામી નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનની ઝડપ જોવા મળે તેવી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે હકીકત બનવા તરફ એક મોટું પગલું આગળ વધી રહ્યો છે. સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. આ ટ્રાયલ સાથે શહેરને આધુનિક, ઝડપી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા મળવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચી ગયો છે. સુરતમાં આજે 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટ રુટ પર ટ્રાયલ રન પુરો થતા સુરતમાં ઝડપી મેટ્રો દોડતી જોવા મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. જેના કારણે સુરતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં 500 કલાકની કડક ટેક્નિકલ અને સલામતી ચકાસણી થયા બાદ સુરતવાસીઓને આધુનિક, ઝડપી અને સુવિધાસભર મેટ્રો સફરની ભેટ મળવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે
સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ના કારણે લોકોને નડતી મુશ્કેલીના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ટ્રાફિક સમસ્યા ઉપરાંત મેટ્રોની કામગીરી ચાલતી હતી ત્યાં લોકોના રોજગારીના પ્રશ્નો પણ ઉભા થયા હતા. આ વિવાદ વચ્ચે ટ્રેક બિછાવવાનું કામ તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલની સ્થાપના પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે કુલ સાત મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ સ્ટ્રક્ચર નું કામ પણ પૂર્ણ થયું છે, જ્યારે એન્ટ્રી-એક્ઝિટ અને ફિનિશિંગ કામમાં ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આશરે ૫૦૦ કલાક સુધી હાથ ધરાશે, જેમાં તમામ ટેકનિકલ અને સલામતી સંબંધિત પાસાઓની ચકાસણી કરવામાં આવશે.
Related Articles
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર...
Sep 08, 2026
અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ પકડાયું, 7 મેડિકલ પેઢીઓને ફટકારી નોટિસ
અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓ...
Sep 08, 2026
મોદીના જન્મદિવસે સુરતમાં સેવા અને ઓફરનો સંગમ:દીર્ઘાયુ માટે મહાઆરતી, 2400થી વધુ વેપારીઓની ડિસ્કાઉન્ટ ઓફર
મોદીના જન્મદિવસે સુરતમાં સેવા અને ઓફરનો...
Sep 06, 2026
Trending NEWS
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026