IPL 2025ની તૈયારીઓમાં વ્યસ્ત એમએસ ધોની, વાયરલ તસવીરે મચાવી ધૂમ

January 21, 2025

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ ખેલાડીએ 2025 ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધોની 21 માર્ચ, 2025 થી શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની એક દાયકાથી વધુ સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલા છે. IPL 2024 માં, તેને સીઝન પહેલા જ રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી. કેપ્ટન પદ છોડ્યા છતાં, ધોની એક ખેલાડી તરીકે ટીમનો અભિન્ન ભાગ છે. નવા નિયમો હેઠળ, CSK એ એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કર્યો છે. આ નવા નિયમ મુજબ, જે ખેલાડીઓએ 5 વર્ષથી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી તેમને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. તે છેલ્લે 2019 વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યો હતો.