મસ્ક અને હું ડીસી બ્યુરોક્રેસીમાંથી લાખો બિનજરૂરી નોકરીઓ દૂર કરવા જઈ રહ્યા છીએ : વિવેક રામાસ્વામી

November 16, 2024

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ સંઘીય સરકારી નોકરીઓમાં ભારે ઘટાડો થઈ શકે છે. આંત્રપ્રિન્યોરમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીએ આ સંદેશ આપ્યો છે. રામાસ્વામીને ટેસ્લાના માલિક એલોન મસ્ક સાથે સરકારના કાર્યક્ષમતા વિભાગના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારતીય-અમેરિકન રામાસ્વામીએ ફ્લોરિડામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, એલન મસ્ક અને હું ડીસી નોકરશાહીમાંથી લાખો બિનજરૂરી નોકરીઓ દૂર કરવા જઈ રહ્યા છીએ. આ રીતે આપણે આ દેશને બચાવીશું. તેણે આગળ કહ્યું, મને ખબર નથી કે તમે એલનને ઓળખો છો કે નહીં, પરંતુ તે છીણી નથી લાવતો, તે ચેનસો (મોટું કટર) લાવે છે. અમે તેને નોકરિયાત પાસે લઈ જઈશું અને તે ખૂબ જ મજા આવશે.

બાઇડેનના શાસન પર કટાક્ષ કરતા રામાસ્વામીએ કહ્યું કે, અમે છેલ્લા ચાર વર્ષમાં સમજવા લાગ્યા છીએ કે અમે એક નબળું રાષ્ટ્ર છીએ, જેમ કે અમે રોમન સામ્રાજ્યના પતન સમયે હતા. પરંતુ હવે મને લાગે છે કે આપણે ફરી એક મહાન દેશ બનવા માટે આગળ વધી રહ્યા છીએ, જ્યાં આપણા સારા દિવસો આવવાના બાકી છે.

રામાસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે હવે અમેરિકામાં બાળકોને શીખવવામાં આવશે કે તેઓ તેમની મહેનત, પ્રતિબદ્ધતા અને સમર્પણથી આગળ વધી શકે છે અને સૌથી લાયક વ્યક્તિને નોકરી મળશે, પછી ભલે તે કોઈપણ રંગનો હોય