સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

February 18, 2025

સુરત : સુરતમાં ફરી એકવાર ગ્રિષ્મા કાંડ જેવી ઘટના બની હતી. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હત્યા કરી હતી. જોકે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળી કાપી લીધાની જાણકારી મળી રહી છે. આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી.

પ્રાથમિક અહેવાલ અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો વતની હતો. હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે. હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી રહી છે જેને પોતાના ગળા પર 3 ઈંચ જેટલો ચપ્પુ વાગી ગયો છે. હાલ તે સારવાર હેઠળ છે. 

યુવતીનું ઘટનાસ્થળે મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે હુમલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હૃદય કંપાવનારો બનાવ માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પણ બન્યો હતો.