પાકિસ્તાન ભરાયું! હવે વિશ્વકપમાંથી બહાર થવાનો ખતરો

June 10, 2024

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ટીમનું કંગાળ પ્રદર્શન રહ્યું છે . આ પહેલા પાકિસ્તાનને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)એ સુપર ઓવરમાં હરાવ્યું હતું. હવે તેને રવિવારે (9 જૂન) ભારત સામેની મેચમાં છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. પાકિસ્તાન પર હવે T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થવાનો ખતરો છે.
પાકિસ્તાનની ટીમ ગ્રુપ-એમાં ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના 2 મેચ બાદ 0 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ માઈનસ (-0.150) છે. આ સમયે તેના સુપર-8માં જવાની શક્યતા ઘટી ગઈ છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમે હવે તેની બાકીની બે મેચ કેનેડા અને આયર્લેન્ડ સામે રમવાની છે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતી જાય તો પણ સુપર-8માં તેનો પ્રવેશ નિશ્ચિત નહીં હોય.
હવે પાકિસ્તાને એ આધાર રાખવો પડશે કે યુએસએ વધુ મેચ જીતે નહીં. આ સિવાય કેનેડાને તેની બંને મેચ હારવી પડશે અને આયર્લેન્ડ એકથી વધુ મેચ જીતે નહીં. જો પાકિસ્તાન તેની બંને મેચ જીતે છે, જ્યારે યુએસએ તેની બાકીની બે મેચ હારી જાય છે. તો આવી સ્થિતિમાં યુએસએ અને પાકિસ્તાન બંને પાસે 4-4 પોઈન્ટ હશે અને સુપર-8 સ્ટેજ માટે લાયકાત નેટ રન-રેટ (NRR) પર નિર્ભર રહેશે.