ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
August 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના કરુણ મોત નીપજતાં અને 6 લોકો હોસ્પિટલમાં દાખલ થતાં સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓમાંથી 2ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 1 વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ ભાવનગર મોકલવામાં આવી હતી, જેમાંથી પોલીસે 15 પેટીઓ જપ્ત કરી લીધી છે, જ્યારે બાકીની 13 પેટીઓ શોધી કાઢવા ભાવનગર પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે. આ દરમિયાન ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો, જોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાને કારણે આ દારૂ વેચાય તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. મોડી રાત્રે 12 વાગ્યે નાયબ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર જ ડીજીપી, આઈબી ચીફ અને એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજીને કડક પ્લાન ઓફ એક્શન સાથે કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂના કારણે અનેક વખત નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે. વર્ષ 1977માં અમદાવાદમાં ઝેરી દારૂકાંડમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, 1989માં વડોદરામાં લઠ્ઠાકાંડમાં 132 લોકોના મોત થયા હતા અને 1990માં જૂનાગઢના સુત્રાપાડામાં ઝેરી દારૂથી 17 લોકોના મોત થયા હતા.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026