Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું

May 06, 2026

મુંબઇ : એસ એસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'ના શૂટિંગમાં અચાનક  વિધ્દન આવ્યું છે.  હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમને ફિલ્મના એક દ્રશ્ય માટે ૧૫૦ ટેન્કર પાણીની જરૂરિયાત  હતી. તેથી તેમણે હૈદરાબાદના મેટ્રોપોલિટન વોટર સપ્લાઇ એન્ડ સીવેજ  બોર્ડને ફિલ્મના શૂટિંગ માટે ૧૫૦ ટેન્કર પાણી આપવા માગણી કરી હતી.   શહેરની બહારના એક સ્થળે માટેના સેટ પર પાણીની અંદરના દ્રશ્યને ફિલ્માવવા માટે પાણી જોઈતું હોવાનું જણાવાયું હતું. જોકે, બોર્ડે  હાલની  ગરમીનું કારણ આગળ ધરીને પાણી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યુ ંહતું કે,  અત્યારે ઉનાળામાં પાણીની માંગ વધી છે ત્યારે સ્થાનિક લોકો માટે પાણીનો પુરવઠો જાળવી રાખવો જરૂરી છે. જેથી તે બિનજરૂરી કામો માટે આટલા ટેન્કર આપી શકે એમ નથી. પરિણામે  પ્રિયંકા તથા મહેશબાબુની ફિલ્મનું શૂટિંગ હાલ અટક્યું છે.