પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્યમય મોત, અભ્યાસ માટે ગઈ હતી
April 30, 2025

કેનેડાના ઓટાવામાં અભ્યાસ કરતી પંજાબ મોહાલીના ડેરાબસ્સીના આપ નેતા દવિંદર સૈનીની 21 વર્ષીય પુત્રી વંશિકા તાજેતરમાં ગુમ થઈ ગઈ હતી. હવે, બે દિવસ પછી, તેનો મૃતદેહ તેની કોલેજ નજીકના દરિયા કિનારેથી મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે અને તેના રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વંશિકા કેનેડાના ઓટાવામાં અભ્યાસ કરતી હતી અને ભાડાના ઘરમાં રહેતી હતી. વંશિકાના પિતા દવિંદર સૈનીના જણાવ્યા અનુસાર વંશિકાએ છેલ્લે 22 એપ્રિલના રોજ પરિવાર સાથે ફોન પર વાત કરી હતી, ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. તેની મિત્રએ વંશિકાના ગુમ થવાની પરિવારને જાણ કરી હતી. બીજા દિવસે તેની રૂમ પાર્ટનરનો ફોન આવ્યો કે વંશિકા રૂમમાં પાછી ફરી નથી અને તેનો સેલ ફોન પણ સ્વિચ ઓફ છે અને બે દિવસ પછી કોલેજ નજીકના બીચ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વંશિકા ભારતમાં 12 ધોરણમાં નોન મેડિકલ કરીને બે વર્ષ પહેલા અભ્યાસ માટે કેનેડા ગઈ હતી, જ્યાં બે વર્ષ મેડિકલનો અભ્યાસ કરીને તાજેતરમાં જ પાર્ટ ટાઈમ નોકરીમાં લાગી હતી. કોલેજમાં તેનો વઘુ અભ્યાસ પણ ચાલુ હતો. વંશિકાના પરિવારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે જેથી તેના મૃતદેહને ભારત પરત લાવી શકાય. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું નથી.
Related Articles
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 300 કિલોમીટરમાં આવતા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 300...
May 02, 2025
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી, IMF સામે હાથ ફેલાવ્યા
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની...
May 02, 2025
આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી છે : બિલાવલ
આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી...
May 02, 2025
દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝીલી નને 116 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝ...
May 02, 2025
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે..' ભારત-પાકિસ્તાનમાં તંગદિલી વચ્ચે અમેરિકાનું નિવેદન
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે....
Apr 30, 2025
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લોકોના મોત, ત્રણ ઘાયલ
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લ...
Apr 29, 2025
Trending NEWS

અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
02 May, 2025

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘ...
30 April, 2025

AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 ક...
30 April, 2025

પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહ...
30 April, 2025

ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ...
30 April, 2025

રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ ય...
30 April, 2025

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે, રોહિત શર...
30 April, 2025