રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા

March 24, 2023

રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા ખતમ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, ગઈ કાલે સુરતની કોર્ટે 4 વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાના એલાન બાદ આજે રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. મોદીની અટકને લઈને રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. આ નિર્ણય બાદ આજે 24 જ કલાકમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા એટલેકે, સંસદનું સભ્ય પદ પણ છીનવી લેવામાં આવ્યું છે. લોકસભાનું રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે.