ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ
December 20, 2024
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. કારણ કે, આગામી 22મી ડિસેમ્બર 2024ના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જે મામલે ગાંધીવાદીઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે જેના માટે આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આમંત્રણનું સરનામું ગુજરાત વિદ્યાપીઠ, કર્ણાવતી છે. RSS સંગઠન અમદાવાદ માટે કર્ણાવતીનો ઉપયોગ કરે છે.
નારણપુરા ઝોનમાં આવતા 6 વિસ્તારોમાં રહેતા અને શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સેવા, આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે. જેમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારી, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર સહિત 450થી વધુ લોકો હાજરી આપશે. જ્યારે કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે.
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમને લઈને ગાંધીવાદીઓ તેમજ વિદ્યાપીઠના પૂર્વ કુલપતિઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. ગાંધીવાદીઓના અનુસાર, RSS અને ગાંધીજીની વિચારધારા હંમેશા અલગ રહી છે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આ કાર્યક્રમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાવાનો છે. તેના મુદ્દા સારા જ હશે. પરંતુ ગાંધીજીની સંસ્થામાં આ કાર્યક્રમ યોજવામાં આવે તે અયોગ્ય અને વિવેકહીન છે. RSS હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને ગાંધીની વિચારધારા સર્વ ધર્મ સમભાવની છે. ત્યારે RSS અને ગાંધીજીની વિચારધારા સાથે મેળ નથી. બંને વચ્ચે તાત્વિક ભેદ છે. તેથી ગુજરાત વિદ્યાપીઠમાં સત્તાના જોરે RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે. આવી સંસ્થામાં RSSનો કાર્યક્રમ ન થવો જોઈએ.'
સુદર્શન આયંગરે જણાવ્યું કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક તો એ કે RSS હવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું છે. જો તેવું હોય તો તેણે પહેલાં પોતાના પ્રાંગણમાં જ ગાંધીજીની વિચારધારા પર વર્કશોપ કરવો જોઇએ.
Related Articles
ગુજરાતના 15 જિલ્લામાં બનશે નવા 24 PHC સેન્ટર, સરકારે આપી મંજૂરી
ગુજરાતના 15 જિલ્લામાં બનશે નવા 24 PHC સે...
અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ
અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સ...
Dec 21, 2024
વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફરી રહેલા મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત, બીજો બચી ગયો
વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફર...
Dec 21, 2024
સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ
સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું જપ...
Dec 20, 2024
મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી
મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા,...
Dec 20, 2024
બાપુનગરમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડો કાઢી મગાવી માફી
બાપુનગરમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડ...
Dec 20, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
Dec 21, 2024