સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા: બીજા ઘરમાં શિફ્ટ થશે, સુરક્ષા વધારાઈ
January 21, 2025
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. તેમને લેવા માટે કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેમની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે.
સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે.
પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યાં, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે.
ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.
Related Articles
'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ', મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ',...
Jul 26, 2026
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદોલન વચ્ચે ટ્રોલ્સને સલમાન ખાનનો આડકતરો જવાબ
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદો...
Jul 26, 2026
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ગૌરી સ્પ્રાટ સાથેના લગ્નને 'લવ જેહાદ' ગણાવ્યો
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી,...
Jul 18, 2026
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા...
Jun 25, 2026
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કા...
Jun 25, 2026
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ...
Jun 22, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026