સલમાન ખાનથી બદલો લેવા મારો ઉપયોગ કર્યો...' સોનુ નિગમ પર અભિનેત્રીના ગંભીર આરોપ

September 28, 2024

એક્ટ્રેસ સોમી અલી ખાન એક સમયે સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. જોકે, વર્ષો પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. પરંતુ બ્રેકઅપના વર્ષો બાદ પણ સોમી દબંગ ખાન પર નિશાન સાધતી રહે છે અને તે હંમેશા ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસે પ્રખ્યાત સિંગર સેનુ નિગમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે, સલમાન ખાન સાથે બદલો લેવા માટે સિંગરે મારો ઉપયોગ કર્યો. સોમી અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. થોડા વર્ષો પહેલા મેં એક ટોક શો શરૂ કર્યો હતો. શો માં એ વ્યક્તિએ ખૂબ જ સમજદારીની વાતો કરી હતી, પરંતુ જ્યારે બાદમાં જ્યારે કામ આપવા માટે મેં એ વ્યક્તિનો સંપર્ક કર્યો તો તેમણે મને ઈગ્નોર કરી. સોમીએ આગળ કહ્યું કે, બાદમાં મને સમજાયું કે, તે વ્યક્તિનું મારા શો માં આવવાનું કારણ એટલું જ હતું કે, તે એ સાબિત કરી શકે કે, હું તેની (સલમાન ખાનની) એક્સ ગર્લફ્રેન્ડના શો માં આવ્યો છું. મારા શો માં આવવાનો તેનો હેતુ કોઈ બીજા વ્યક્તિ સાથે બદલો લેવાનો હતો, જેની સાથે હું મુંબઈમાં કનેક્ટેડ હતી. સોમીએ અહીં પોતાના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન તરફ ઈશારો કર્યો છે. વીડિયોમાં તો સોમીએ કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ તેણે કેપ્શનમાં સોનુ નિગમનો ટેગ કરીને દાવો કર્યો છે કે, સિંગરે મને ધોખો આપ્યો છે.