સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો
June 15, 2024

અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે વર્ષ ૧૯૭૪ની ૮ જૂને પેટ્રો-ડોલર કરાર થયો હતો. આ કરાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં અમેરિકાના પ્રભુત્વનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ કરાર હેઠળ સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ વિશેષરૂપે યુએસ ડોલરમાં કરવા અને ક્રૂડની આવકમાંથી થતા ફાજલ નાણાંનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરવા સંમત થયું હતું. બદલામાં અમેરિકાએ સાઉદી અરબને તમામ પ્રકારની સૈન્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં સહાયની ખાતરી આપી હતી. આ કરાર હેઠળ દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનાર સાઉદી અરબ માત્ર ડોલરના ચલણમાં જ ક્રૂડનું વેચાણ કરતું હતું, જેના કારણે વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ડોલરનું પ્રભુત્વ વધ્યું હતું. પેટ્રો ડોલર કોઈ ચલણ નથી પરંતુ ક્રૂડ ઓઈલની નિકાસ માટે થતું યુએસ ડોલરનું વિનિમય છે. ક્રૂડ ઓઈલના વેચાણ મારફત ક્રૂડની નિકાસ કરતા દેશો દ્વારા જે યુએસ ડોલરની કમાણી થાય છે તેને 'પેટ્રો ડોલર' કહેવામાં આવે છે. ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક અર્થતંત્રો અને ભૂ-રાજકીય પરિસ્થિતિમાં પેટ્રો ડોલરની કલ્પનાએ અમેરિકાનું મહત્વ વધારી દીધું હતું. શરૂઆતમાં ૧૯૪૪માં બ્રેટન વૂડ્સ કરારે વિશ્વના પ્રાથમિક અનામત ચલણ તરીકે યુએસ ડોલરને સ્વીકૃતિ આપી હતી. આ કરારના પગલે બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવી હતી.
Related Articles
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું...
Mar 19, 2025
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્યુ મે અને મસ્કે આપેલુ વચન નિભાવ્યુ
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્ય...
Mar 19, 2025
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પા...
Mar 18, 2025
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લાદેશે ગબાર્ડના લઘુમતીઓ પર અત્યાચારના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લા...
Mar 18, 2025
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે કર્યો હુમલો, 200ના મોત
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે...
Mar 18, 2025
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણ...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025