IPO લિસ્ટિંગની મુદત છ દિવસથી ત્રણ દિવસ કરવા સેબીની દરખાસ્ત

May 21, 2023

સેબી દ્વારા IPO બંધ થયા પછી શેરબજારમાં તેનાં લિસ્ટિંગ માટેની મુદત 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સ્ટોક માર્કેટમાં નવા લિસ્ટેડ થયેલા શેર્સનાં લિસ્ટિંગ તેમજ ટ્રેડિંગનાં સમયગાળામાં ઘટાડાથી IPO લાવનાર તેમજ રોકાણકારો બંનેને ફાયદો થશે. ઇશ્યૂ લાવનાર કંપની તેણે માર્કેટમાંથી ઊભી કરેલી મૂડીનો ઝડપથી ઉપયોગ કરી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો લાભ મેળવી શકશે અને રોકાણકારોને તેમનાં રોકાણ પર વહેલી તકે ક્રેડિટ અને લિક્વિડિટીનાં લાભ મળશે. સેબીએ તેની આ દરખાસ્ત પર 3 જૂન સુધીમાં લોકો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે.

સેબીએ નાના રોકાણકારો માટે નવેમ્બર 2018માં UPIની એડિશનલ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરી હતી. જેમાં ASBA મિકેનિઝમ અપનાવાયું હતું. IPO બંધ થયા પછી 6 દિવસમાં સ્ટોક માર્કેટમાં શેરનાં લિસ્ટિંગની સમયમર્યાદા નક્કી કરાઈ હતી. જેને T+6 સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સેબી દ્વારા લિસ્ટિંગનો ગાળો T+6 થી બદલીને T+3 કરવા પબ્લિક ઇશ્યૂની પ્રોસેસિંગ કામગીરી ઝડપી બનાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે.