સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત

December 16, 2025

વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસર સ્થાનિક બજારો પર પણ પડી અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ રંગમાં ખુલ્યા હતા. 16 ડિસેમ્બરે એશિયન બજારોમાં નબળા વલણ વચ્ચે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્થાનિક બજારો પર પણ અસર પડી અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં ખુલ્યા હતા. 30  શેરો ધરાવતો BSE સેન્સેક્સ 85025  પર નીચા સ્તરે ખુલ્યો. ખુલ્યા પછી તરત જ ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો. 

સવારે 9.33  વાગ્યે, તે 407  પોઈન્ટ અથવા 0.48  ટકા ઘટીને 84,806 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50  25951 પર નીચા સ્તરે ખુલ્યો. સવારે 9.33 કલાકે તે 118.30 પોઈન્ટ અથવા 0.45  ટકા ઘટીને 25909  પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન  વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે ₹1427.57 કરોડના શેર વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹1734.91 કરોડના શેર ખરીદ્યા હતા.