શેરમાર્કેટ આજે પણ કડડભૂસ, સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો
December 17, 2024
શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટા ભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં 288 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 88 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ હાલમાં 355 પોઇન્ટના ઘટાડા સાથે 81,393.11 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 110 પોઇન્ટ ઘટીને 24,558.95 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 190 પોઈન્ટ ઘટીને 53,391.80 પર છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 22 શેરોમાં ઘટાડો થયો છે, જ્યારે બાકીના 6 શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ NSE પર નિફ્ટી 50 ના 34 શેરોમાં ઘટાડો છે, જેમાં શ્રીરામ ફાઇનાન્સ, રિલાયન્સ અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોનો સમાવેશ થાય છે.
બ્લુ સ્ટાર, ભારત ડાયનેમિક, શ્રીરામ ફાઇનાન્સના શેર 2 ટકાથી વધુ તૂટ્યા છે. પિડિલાઇટ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્સ સર્વિસિસ, રેમન્ડ અને આઇટીઆઇના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંતાના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો થયો હતો.
આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં VIXમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Related Articles
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પો...
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર-ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડું
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર...
Dec 18, 2024
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બના...
Dec 05, 2024
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક્સે ફરી 81000ની સપાટી ક્રોસ કરી, ડિફેન્સ શેર્સમાં આકર્ષક ઉછાળો
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક...
Dec 04, 2024
માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન
માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ,...
Nov 21, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
Dec 19, 2024