શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
December 19, 2024
અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 330થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 750થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં સેન્સેક્સ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે અને તે 722 પોઈન્ટના કડાકા સાથે 79459 પર જ્યારે નિફ્ટી 214 પોઈન્ટના કડાકા સાથે 23984 પર ટ્રેડ થઈ રહી છે. નિફ્ટીએ 24 હજારની સપાટી ગુમાવી દીધી છે.
અમેરિકાની ફેડરલ બેન્કે ગત રાતે વ્યાજદરોમાં 0.25% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સાથે હજુ બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. જેના લીધે બજારનો મૂડ બગડ્યો અને અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો. જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી.
બીએસઈ સેન્સેક્સના ટોપ 30 શેર્સમાં બે શેર સિવાય તમામ શેર્સમાં કડાકો બોલાઈ ગયો છે. સૌથી મોટો કડાકો ઈન્ફોસિસના શેર્સમાં બોલાયો હતો. જ્યારે નિફ્ટી 50ના 47 શેર્સની હાલત ખરાબ દેખાઈ રહી છે. એશિયન પેઈન્ટ્સના શેર્સ પણ 2 ટકાથી વધુ તૂટી ગયા છે.Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026