અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ

January 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈબલ પર હાથ રાખીને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ત્યારબાદ ટ્રમ્પને રાષ્ટ્રને સંબોધન કર્યું અને અમેરિકાને ફરી એક વખત ગ્રેટ બનાવવાનો વાયદો પણ કર્યો છે.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા અબજોપતિઓ અને મોટા મોટા વૈશ્વિક નેતાઓએ હાજરી આપી છે. ઘણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓએ પણ ભાગ લીધો છે. આમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ.નો પણ સમાવેશ થાય છે. બુશ અને લૌરા બુશ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ હાજરી આપી છે.

આ સાથે TikTokના CEOએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી છે તો ટેસ્લાના સીઈઓ અને ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ હાજરી આપી છે. આ સાથએ જ વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને નવા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ હાજરી આપી છે. જો કે ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી અને મિશેલ ઓબામાએ આ કાર્યક્રમમાં હાજરી આપી નહતી.