કાશ્મીરમાં દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ

May 02, 2025

જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં  મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં સવાર એક શિકારા અચાનક ડૂબી ગઈ હતી. જેમાં સવાર પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડી રહ્યા હતાં. પાણીમાં વહેણ વધુ હોવાથી શિકારા પલટી ગઈ હોવાની આશંકા છે.
સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ શિકારામાં કેટલા લોકો સવાર હતા, અને કેટલા ડૂબ્યા છે. તેની માહિતી મળી નથી. ભારે પવનના કારણે પાણીના વહેણમાં કરંટ વધ્યો હતો. જેના લીધે શિકારા ડૂબી હોવાનું પ્રારંભિક જાણવા મળ્યું છે.