કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન

May 02, 2025

અમદાવાદ  : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એક મહિના પહેલા ઘરમાં પૂજા કરતી વખતે દાઝી ગયા હતા. જેમાં તેમના શરીરના 90 ટકા ભાગ બળી ગયો હોવાથી તેમની હાલત ગંબીર હતી. જ્યારે ગુરુવારે ગિરિજા વ્યાસનું નિધન થયું છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસ પોતાના ઘરે પૂજા કરતી વખતે દાઝી ગયા હતા. આ દરમિયાન પડી જવાથી ગિરિજા વ્યાસને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે 31 માર્ચ, 2025ના રોજ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.