અમિત શાહે કહ્યું- 'આતંકવાદીઓને વીણીવીણીને મારીશું':રાજનાથ સિંહે USના રક્ષા મંત્રી સાથે વાત કરી

May 02, 2025

નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશીએ કહ્યું કે ઘટના પછી લોકો જે રીતે મુસ્લિમો અને કાશ્મીરીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે તે ન થવું જોઈએ.

વી વોન્ટ... શાંતિ અને ફક્ત શાંતિ. અમને ન્યાય જોઈએ છે. જેમણે ખોટું કર્યું છે તેમને સજા મળવી જોઈએ. તેમણે ગુરુવારે કરનાલમાં વિનય નરવાલના જન્મદિવસ પર આયોજિત રક્તદાન શિબિર દરમિયાન આ વાત કહી.

સમાચાર એજન્સી ANI અનુસાર, ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજને એલર્ટ પર રાખ્યું છે. તાજેતરમાં, અરબી સમુદ્રમાં એન્ટી શિપ અને એન્ટી એરક્રાફ્ટ ફાયરિંગની પ્રેક્ટિસ કરી. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી તરફ, પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ધ્વજ ફરકાવ્યા છે. એક દિવસ પહેલા, પાકિસ્તાને પોસ્ટ પરથી ધ્વજ હટાવી લીધા હતા. આ દરમિયાન, પાકિસ્તાને અમેરિકા પાસેથી મદદ માંગી છે.