પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું

May 02, 2025

 શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયનો શ્રેય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપ્યો છે. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, પહલગામ આતંકવાદી હુમલા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના કેન્દ્રના નિર્ણયનો સમય શંકાસ્પદ હતો, કારણ કે તે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી જ આવ્યો હતો.

રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે, સરકારનો આ પ્રકારનો નિર્ણય લોકોનું ધ્યાન ફટકાવવા માટે છે. આ દરમિયાન ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલાને લઈને સવાલોનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે ગત બુધવારે નિર્ણય કર્યો કે, આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત 'પારદર્શક' રીતે સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણને 'રાજકીય હથિયાર' તરીકે ઉપયોગ કરવા બદલ વિપક્ષી દળોની પણ ટીકા કરી હતી.