ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો
December 22, 2025
ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે, જેમાં ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે તે ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયું છે. ચાંદીની સાથે સોનામાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.
આજના લેટેસ્ટ આંકડા મુજબ, MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં ₹6,061 નો જંગી ઉછાળો નોંધાયો હતો, જે 2.91%નો વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે ચાંદીનો ભાવ ₹2,14,500 પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો.
ચાંદીની ચમક સાથે સોનામાં પણ રોકાણકારોને મોટો ફાયદો થયો છે. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹1,429 નો ઉછાળો જોવા મળ્યો હતો. આ 1.06%ના વધારા સાથે સોનાનો ભાવ ₹1,35,625 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
બજારના જાણકારો મુજબ, વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને ઔદ્યોગિક માંગમાં વધારા જેવા પરિબળોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બુલિયન માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.
Related Articles
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવા...
Dec 16, 2025
ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો, હવે 2 લાખની બિલકુલ નજીક, સોનામાં પણ તેજી
ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો, હવે...
Dec 11, 2025
RBIની જેમ અમેરિકાએ ફેડ રેડમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
RBIની જેમ અમેરિકાએ ફેડ રેડમાં ઘટાડો કરતા...
Dec 11, 2025
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચ્યું
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ...
Dec 04, 2025
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પ...
Dec 03, 2025
Trending NEWS
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
21 December, 2025
21 December, 2025