ચાંદીના ભાવ સાતમાં આસમાને, 1,05,500ની નવી ટોચ બનાવી
June 17, 2025
અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોમવારે ચાંદીનો ભાવ સાતમાં આસમાને પહોંચી ગયો હતો. 500 રૂપિયા વધતા કિલો ચાંદીનો ભાવ 1,05,500 રૂપિયાની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. ચાલુ વર્ષે ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોમવારે સોનામાં 500 રૂપિયા ઘટીને સોનું તેની ઓલટાઇમ હાઇ સપાટીથી સરકીને 1,02,500 રૂપિયા પ્રતિ 10ગ્રામ થયું હતું.
સોનામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 22,400 રૂપિયા ભાવ વધી ગયો છે. આમ જોવા જઇએ તો સોના-ચાંદીના ભાવ હાલ સર્વોત્તમ સપાટીને પાર કરવા મથી રહ્યા છે. બંને કિંમતી ઘાતુઓમાં જાણે હોડ જામી હોય તેમ ભાવ કૂદકેને ભૂસકે ઉત્તરોત્તર વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 14 ડોલર ઘટીને 3,419 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 9 સેંન્ટ વધીને 36.42 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 443 રૂપિયા ઘટીને 99,833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 404 રૂપિયા વધીને 1,06,897રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 19.20 ડોલર ઘટીને 3,433.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 1.95 સેંન્ટ ઘટીને 36.550 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વકરી જતા સોના-ચાંદીના ભાવમાં હજુ વધારો થઇ શકે છે. રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે અને યુદ્ધના સમયમાં મૂડીને સલામત કરી રહ્યા છે.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
01 May, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026