તેજી સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 266.29 પોઇન્ટનો ઉછાળો

November 17, 2025

એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે, ભારતીય શેરબજારો સોમવારે (17 નવેમ્બર) ના રોજ, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં લીલા રંગમાં ખુલ્યા. સરકારી બેંકિંગ શેરોમાં ખરીદીએ શરૂઆતના વેપારમાં ટેકો આપ્યો. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 266.29 પોઇન્ટના વધારા સાથે 84,829.07 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 67.15 પોઇન્ટના વધારા સાથે 25,977.20 અંકે ખૂલ્યો. 

એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.18 ટકા અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.44 ટકા ઘટ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જાપાનના અર્થતંત્રમાં 0.4% નો થોડો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, ચીનનો CSI 300 0.6 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 0.41% ઘટ્યો હતો. દરમિયાન, દક્ષિણ કોરિયાનો KOSPI 1.71% વધ્યો હતો.