ટી-20 વર્લ્ડકપઃ આજે વરસાદની આશંકા વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો

June 15, 2024

આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં જીતની હેટ્રિક નોંધાવવાની સાથે સુપર-8માં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે કેનેડા સામે ટકરાશે. અમેરિકાના ફ્લોરિડામાં આવેલા લાઉડર હિલમાં ભારે વરસેદી વાતવરણ જામ્યું છે અને આજે પણ ભારત અને કેનેડાની મેચમાં વરસાદનું વિધ્ન સર્જાઈ શકે છે. ભારત અને કેનેડાની મેચ આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમ સતત ચાર મેચમાં ચાર જીત સાથે ગ્રૂપ સ્ટેજનું સમાપન કરવાનો ઈરાદો ધરાવે છે. ફ્લોરિડામાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ટીમ ઈન્ડિયાએ પ્રતિકૂળ વાતાવરણને કારણે શુક્રવારની પ્રેક્ટિસ રદ કરી દીધી હતી. ટી-20 વર્લ્ડ કપની શરૂઆતની ત્રણેય મેચમાં કોહલી કમાલ દેખાડી શક્યો નથી. તે આયરલેન્ડ સામે, પાકિસ્તાન સામે 4 અને અમેરિકા સામે 40 પર આઉટ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવો દબદબો ધરાવતા કોહલી પાસેથી ચાહકોને સુપર-8ના રાઉન્ડ પહેલાં મોટી ઈનિંગની આશા છે.  ભારતની બેટિંગ લાઈન અપ અત્યંત મજબુત છે અને રોહિત, સૂર્યકુમાર યાદવ, પંત, અક્ષર પટેલ તેમજ દુબે જેવા ખેલાડીઓએ તેમનું ફોર્મ દેખાડી દીધું છે. ટીમ ઈન્ડિયા તેના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ પરિવર્તન કરે તેવી શક્યતા છે.  ભારતીય ટીમ મેનેજમેન્ટ સુપર-8 અગાઉ બુમરાહ જેવા અનુભવી ફાસ્ટરને આરામ આપવાનું વિચારી શકે છે. જે આમ થાય તો સ્પિનર કુલદીપને તક મળી શકે છે. અર્ષદીપ અને સિરાજ તેમજ અક્ષર અને જાડેજા ટીમમાં સ્થાન જાળવવા માટે ફેવરિટ છે. હાર્દિકે પણ આગવો ટચ હાંસલ કરી લીધોછે. સાદ બીનઝફરના નેતૃત્વ હેઠળની કેનેડાની ટીમમાં નવનીત ધાલીવાલ, શ્રેયસ મોવ્યા, નિખિલદુત્તા, પરગટસિંઘ તેમજ રિશિવ જોશી જેવા ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ છે. ટીમની બેટિંગ મુખ્યત્વે આરોન જોહન્સન અને કિર્ટોન પર આધારિત રહેશે. જ્યારે બોલિંગમાં સાના અને હેલિંજર પરતેમનો મદાર રહેશે. 
ટીમઃ ઈન્ડિયા (સંભવિત) - રોહિત (C), કોહલી, પંત (WK), સૂર્યકુમાર, દુબે, હાર્દિક અક્ષર , જાડેજા, બુમરાહ, સિરાજ, અર્ષદીપ.
કેનેડા (સંભવિત) - આરોન જોહન્સન, એન. ધાલીવાલ, પરગટ સિંઘ, એન. કિર્ટોન, શ્રેયસ મોવ્વા (WK), રવિન્દ્રપાલ સિંઘ, સાદ બીનઝફર (C), હેલિંજર, સાના, સિદ્દીકી, ગોર્ડોન.