ટીમ ઈન્ડિયાને ઝટકો, જસપ્રીત બુમરાહ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર

February 12, 2025

આ જાણકારીએ બીસીસીઆઈએ આ માહિતી આપી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ ઝડપી બોલર જસપ્રીત બુમરાહને થયેલી ઈજાને કારણે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે.

ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. યશસ્વી જયસ્વા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝનો ભાગ છે. તે પહેલી મેચમાં રમ્યો પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી તેને બીજી મેચના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.