નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિંસા, ઘરો-વાહનોમાં આગચંપી, પથ્થમારો

March 28, 2025

: નેપાળમાં રાજાશાહી’ સ્થાપવા અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ભારે બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડાણ થઈ છે, જેના એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. અહીં લોકો પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક ઘરોમાં આંગચંપી કરવામાં આવી છે. આ ઉપરાંત દેખાવકારોએ પથ્થમારો કરી રહ્યા છે, તો પોલીસે પણ વળતો જવાબ આપી ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી રહી છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.


નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી રાજાશાહીની માંગ તેજ થઈ ગઈ છે. ઘણા લોકો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીને જ્ઞાનેન્દ્ર શાહને રાજગાદી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. એવામાં આજે નેપાળમાં ઠેર ઠેર હિંસા જોવા મળી. બેકાબૂ ભીડે અનેક ઈમારતો અને વાહનોને આગના હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. જે બાદ અનેક વિસ્તારોમાં કરફ્યુ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને પણ તહેનાત કરવામાં આવી છે.  નોંધનીય છે કે નેપાળમાં 2008માં સત્તાવાર રીતે રાજાશાહીનો અંત થયો હતો. 


કાઠમંડૂમાં હિંસાની ભયાનક સ્થિતિને ધ્યાને રાખી કાઠમંડુ એરપોર્ટ પરની અનેક ફ્લાઈટો ડાયવર્ઝ કરવાનો તેમજ કેટલીક કેન્સલ કરવાનો આદેશ આપી દેવાયો છે. કાઠમંડુ આવનારી બેંકોકથી એયર એશિયા ફ્લાઈ, ઢાકાથી બાંગ્લાદેશ એરલાઈન્સ, દુબઈથી ફ્લાઈ દુબઈ અને સિયોલથી કોરિયન એર વિમાનોને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ તમામ વિમાનોનું ભારતમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્દેશ અપાયો છે. આ ઉપારંત કાઠમંડુથી ટેકઓફ થનારી દોહાની કતર એરવેઝ, દુબઈ જનારી ફ્લાઈ દુબઈ અને ક્વોલાલંપુરની બાટિકા એર ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે.