ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ
February 04, 2026
ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ રમતની ‘લોઝ ઑફ ક્રિકેટ’ના નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો ઑક્ટોબર 2026થી વિશ્વભરમાં અમલમાં આવશે. રમતને વધુ રસપ્રદ બનાવવા અને વિવાદાસ્પદ નિર્ણયો ઘટાડવા માટે નવા નિયમો લાવવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે રન-આઉટ કે સ્ટમ્પિંગ વખતે બોલનો માત્ર સ્પર્શ પૂરતો નહીં ગણાય. હવેથી જ્યારે બેલ્સ (ગિલ્લીઓ) ઉડે, ત્યારે ફિલ્ડર અથવા કીપરના હાથમાં બોલ હોવો જોઈએ. જો બોલ માત્ર હાથ કે ગ્લવ્ઝને અડીને વિકેટ પર વાગશે તો બેટર આઉટ ગણાશે નહીં. ટેસ્ટ અથવા મલ્ટી-ડે મેચમાં હવે જો દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડશે, તો પણ રમત પૂરી નહીં થાય. નવા બેટરે મેદાનમાં આવીને તે ઓવરના બાકીના બોલ રમવા પડશે. અત્યાર સુધી વિકેટ પડ્યા બાદ દિવસની રમત ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવતી હતી.
બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે 'બન્ની હોપ' (હવામાં ઉછળીને ફરી અંદર આવવું) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવામાં બોલ પકડ્યા બાદ જમીન પરનો સંપર્ક બાઉન્ડ્રીની અંદર જ હોવો જોઈએ. તમે અનેક મેચોમાં જોયું હશે કે, જ્યારે બેટરના શોર્ટથી બોલ હવામાં બાઉન્ડ્રીની નજીક પહોંચે છે, ત્યારે ફિલ્ડરના હાથમાં બોલ આવ્યા બાદ તે બાઉન્ડ્રીની બહાર જતી વખતે બોલ હવામાં ઉછાળી દે છે અને પછી ફરી તે બાઉન્ડ્રી અંદર આવીને તે ઉછાળેલો બોલ પકડી લે છે, જેના કારણે બેટર આઉટ થઈ જાય છે, જોકે હવે આ નિયમ બંધ કરી દેવાયો છે.
બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે 'બન્ની હોપ' (હવામાં ઉછળીને ફરી અંદર આવવું) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવામાં બોલ પકડ્યા બાદ જમીન પરનો સંપર્ક બાઉન્ડ્રીની અંદર જ હોવો જોઈએ. તમે અનેક મેચોમાં જોયું હશે કે, જ્યારે બેટરના શોર્ટથી બોલ હવામાં બાઉન્ડ્રીની નજીક પહોંચે છે, ત્યારે ફિલ્ડરના હાથમાં બોલ આવ્યા બાદ તે બાઉન્ડ્રીની બહાર જતી વખતે બોલ હવામાં ઉછાળી દે છે અને પછી ફરી તે બાઉન્ડ્રી અંદર આવીને તે ઉછાળેલો બોલ પકડી લે છે, જેના કારણે બેટર આઉટ થઈ જાય છે, જોકે હવે આ નિયમ બંધ કરી દેવાયો છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે...
09 October, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદ...
09 October, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સ...
09 October, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જ...
09 October, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું-...
09 October, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ...
09 October, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય...
09 October, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકી...
08 October, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ...
08 October, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026