જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા, ઘાટીમાં બરફની ચાદર છવાઇ

November 16, 2024

શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ સાથે દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં હવામાનની પેટર્ન બગડી છે. શુક્રવારે ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. જ્યારે શ્રીનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર વરસાદ સાથે આકાશ ગોરંભાયેલું રહ્યું હતું.

મળતી માહિતી મુજબ, હિમવર્ષા અને વરસાદને કારણે બાંદીપોરા-ગુરેઝ અને મુગલ રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે.

આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અફ્રાવત, રાજદંતોપ, સાધના ટોપ, સોનમર્ગ, ગુરેઝ, તંગદાર અને મુગલ રોડ પર વહેલી સવારથી શરૂ થયેલી હિમવર્ષા સતત ચાલુ રહી હતી.