હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા, HCએ 15 પાનાનાં ચુકાદામાં કર્યો હુકમ

July 10, 2024

વડોદરામાં 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટના ઘટી હતી, હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે બે અધિકારી વિનોદ રાવ અને એચ.એસ. પટેલને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. 2 મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. હાઈકોર્ટે 15 પાનાનો હુંકમ પણ કર્યો છે. કવોલીફીકેશન ન હતી તેમ છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એવો હાઇકોર્ટે હુકમ કર્યો છે.

હરણી તળાવમાં બોટ ચલાવવા વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાયકાત વગરનો બોટ ચાલક અને અપુરતા બચાવવાના સાધનોના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.