PMની કૉલ રેકોર્ડિંગ લીક થતાં થાઈલેન્ડમાં આખી સરકાર જ ખતરામાં, માફી પણ માંગી
June 20, 2025
થાઈલેન્ડમાં એક ફોન કૉલના રેકોર્ડિંગ લીક થવાથી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. 17 મિનિટનું આ કૉલ રેકૉર્ડિંગ થાઈલેન્ડના વડાપ્રધાન પેતોંગટાર્ન શિનાવાત્રા અને કંબોડિયન નેતા હુન સેન વચ્ચેની વાતચીતનું છે. આ હાઈ પ્રોફાઈલ કૉલ લીક થતાં વડાપ્રધાનની ખુરશી પર જોખમ વધ્યું છે. તેમજ તેમની સરકારના હાથમાંથી સત્તા જવાની આશંકા વધી છે.
38 વર્ષીય PM શિનાવાત્રાએ તેના માટે માફી માગી હોવા છતાં ફૂ થાઈ પાર્ટીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર જોખમમાં છે. ગઠબંધનની બીજી ટોચની પાર્ટી ભૂમજૈથાઈ પાર્ટીએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધુ છે. જેથી શિનાવાત્રા પાસે નજીવી બહુમત છે. ગઠબંધનની સ્થિતિ નાજુક બની છે. કારણકે, અન્ય સમર્થિત પક્ષોએ પણ બેઠકો શરૂ કરી છે. સત્તાનું ગણિત સંકેત આપી રહ્યુ છે કે, જો હવે કોઈ અન્ય પક્ષે ગઠબંધનમાંથી છેડો ફાડ્યો તો સરકાર ગુમાવવાનું જોખમ વધી જશે.
વિપક્ષ પીપલ્સ પાર્ટીના નેતા નત્થાફોંગ રૂએંગપાન્યાવુતે સંસદ ભંગ કરવાની માગ કરી છે. અન્ય વિપક્ષોએ પણ નવેસરથી ચૂંટણી કરવાની માગ કરી છે. સરકારને ટેકો આપનારા પક્ષો પણ પોતાનું સમર્થન પાછું ખેંચવાની તૈયારી દર્શાવી રહ્યા છે. વિવાદ વધતાં થાઈ પીએમએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, હું કંબોડિયન નેતા સાથેની મારી વાતચીતના લીક થયેલા ઓડિયો બદલ માફી માગુ છું. જેનાથી પ્રજામાં રોષ ફેલાયો હતો.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026